VIDEO: PM બાલેનની મુશ્કેલી વધી, પોતાના જ સાંસદો વિરોધમાં
નેપાળના વડાપ્રધાન બાલેન શાહની મુશ્કેલીઓ વધી રહી છે. તેમની પોતાની રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીમાં ભ

નેપાળના વડાપ્રધાન બાલેન શાહની મુશ્કેલીઓ વધી રહી છે. તેમની પોતાની રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીમાં ભારે મતભેદ ચાલી રહ્યો હોવાની વિગતો સામે આવી છે. તેઓ 27 માર્ચે નેપાળના વડાપ્રધાન બન્યા હતા, જોકે હવે માત્ર ચાર જ મહિનામાં તેમની પાર્ટીના સાંસદો તેમનાથી ભારે નારાજ થયા છે. સાંસદોનો આક્ષેપ છે કે, વડાપ્રધાન સાંસદોની ગરિમા જાળવતા નથી અને સન્માન પણ કરતા નથી. આ ઉપરાંત તેમની પાર્ટી પ્રજાને ગુમરાહ કરતી હોવાનો તેમજ સરકાર નિષ્ફળ ગઈ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં RSPના સાંસદ જગદીશ ખરેલે ચેતવણી આપી હતી કે, સરકાર માત્ર વડાપ્રધાનની લોકપ્રિયતાના ભરોસે ચાલતી નથી. પાર્ટીમાં સાંસદોની ગરિમા અને ભૂમિકાનું સન્માન પણ કરવું જોઈએ. શું અમે માત્ર બેઠા બેઠા ટેબલ થપથપાવવા માટે સાંસદો બન્યા છીએ, આનાથી અમે અને પ્રજા સંતુષ્ટ નથી. ચોંકાવનારી વાત એ છે કે, આરએસપીના સાંસદો સંસદમાં ચર્ચા દરમિયાન, સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા અને સંસદીય સમિતિઓની બેઠકમાં બાલેન સરકાર પર જ ગંભીર આક્ષેપ કરીને સવાલો ઉઠાવી રહ્યા છે. તેમણે અનેક મંત્રીઓને નિશાન બનાવી કહ્યું છે કે, તેઓ જવાબદારી અને સુશાસનના સિદ્ધાંતોનું પાલન કરવામાં નિષ્ફળ ગયા છે.




