મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કોંગ્રેસની 'કિશાન અધિકાર યાત્રા' કાલે દ્વારકા પહોંચશે: જગત મંદિરે ધ્વજારોહણ કરી ખેડૂતોની મુશ્કેલીઓ દૂર કરવા કરાશે પ્રાર્થના

દેવભૂમિ દ્વારકા

તસવીર: gstv

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતોના પડતર પ્રશ્નો અને વિવિધ માંગણીઓ સંદર્ભે કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલી 'કિશાન અધિકાર યાત્રા' આજે ૧૮મા દિવસમાં પ્રવેશી છે. કચ્છના વ્રજવાણીથી પ્રારંભ થયેલી આ પદયાત્રા વિવિધ ગામડાઓ ખૂંદતી આવતીકાલે દ્વારકા ખાતે આવી પહોંચશે.આ યાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો, મહિલાઓ, યુવાનો અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો જોડાશે. દ્વારકાના વિવિધ માર્ગો પર ભવ્ય રોડ-શો યોજાયા બાદ તમામ કાર્યકરો જગત મંદિર ખાતે પહોંચશે. જ્યાં ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી, ધ્વજારોહણ કરીને જગતના તાતની તકલીફો અને મુશ્કેલીઓ દૂર કરવા માટે ખાસ પ્રાર્થના કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો