VIDEO: હિંમતનગર નેશનલ હાઈવે પર પૂરઝડપે આવતી કારે 70 વર્ષીય રાહદારીને ઉડાવ્યા
ગુજરાતભરમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ રહી છે તેમ સાબરકાંઠામાંથી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી
ગુજરાતભરમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ રહી છે તેમ સાબરકાંઠામાંથી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર નેશનલ હાઈવે પર એક કાર ચાલકે રાહદારીને ઉડાવ્યાની ઘટના સામે આવી છે. હાઇવે પર આવેલા ટાટાના શોરૂમ આગળ પુરઝડપે આવતી કારે રાહદારીને ઉડાવ્યો હતો. 70 વર્ષીય આધેડને કારે ઉડાવતા આધેડનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આધેડના મૃતદેહને પોસ્ટમોટર્મ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.




