મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સિવિલમાં સુવિધા છતાં દર્દીનું બ્લડ સેમ્પલ ખાનગી લેબમાં મોકલાયું

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના બ્લડ સેમ્પલ ખાનગી લેબમાં મોકલવાના

તસવીર: gstv

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના બ્લડ સેમ્પલ ખાનગી લેબમાં મોકલવાના મામલે તંત્રએ ગંભીર નોંધ લીધી છે. સિવિલ હોસ્પિટલમાં જરૂરી ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં એક દર્દીના બ્લડ ટેસ્ટ માટે સેમ્પલ ખાનગી લેબમાં મોકલવામાં આવ્યું હતું. બાદમાં ખાનગી લેબ દ્વારા દર્દીને ટેસ્ટનો રિપોર્ટ પણ આપવામાં આવ્યો હતો. સમગ્ર મામલો સામે આવતા સિવિલ તંત્રએ તપાસ શરૂ કરી છે. સિવિલ હોસ્પિટલના ડો. ચૌહાણે જણાવ્યું કે ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે તપાસ કરવામાં આવશે. સાથે જ દર્દીના સેમ્પલને ખાનગી લેબ સુધી કોણ લઈ ગયું, કોને બોલાવવામાં આવ્યા અને ખાનગી લેબના વ્યક્તિએ હોસ્પિટલમાં કેવી રીતે પ્રવેશ કર્યો તે અંગે પણ તપાસ કરવામાં આવશે. સમગ્ર મામલે જવાબદારી નક્કી કરવા કાર્યવાહી થઈ શકે છે.

આ સમાચાર શેર કરો