મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાટણ શહેર બનશે ઓવરહેડ વીજવાયર મુક્ત

પાટણ શહેર ટૂંક સમયમાં ઓવરહેડ વીજ પોલ અને વાયરોથી મુક્ત બનશે. ગુજરાત સરકારની વીજ વાયર ફ્રી યોજના અંતર્ગ

તસવીર: gstv

પાટણ શહેર ટૂંક સમયમાં ઓવરહેડ વીજ પોલ અને વાયરોથી મુક્ત બનશે. ગુજરાત સરકારની વીજ વાયર ફ્રી યોજના અંતર્ગત સિટી-1 અને સિટી-2માં અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી 90 ટકા પૂર્ણ થઈ છે. સિટી-1માં 90 કિમી અને સિટી-2માં 105 કિમી કેબલ નાખવામાં આવ્યો છે. પાંચ અને સાત ફીડરનું કામ પૂર્ણ થયું છે. આ યોજનાથી વાવાઝોડા દરમિયાન વીજ પુરવઠો ખોરવાવાની સમસ્યા, અકસ્માતો અને પશુ-પક્ષીઓને કરંટ લાગવાના બનાવોમાં ઘટાડો થશે. આગામી સમયમાં હારીજ, સિદ્ધપુર, રાધનપુર અને ચાણસ્મામાં પણ કામગીરી હાથ ધરાશે.

આ સમાચાર શેર કરો