VIDEO: દિલ્હીમાં આજે કોકરોચ જનતા પાર્ટીનું સંસદ કૂચ
રાજધાની દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીનું ઉગ્ર પ્રદર્શન ચાલી રહ્યુ છે. પ્રદર્શનકારીઓ સંસદ માર્ચ કાઢશ

રાજધાની દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીનું ઉગ્ર પ્રદર્શન ચાલી રહ્યુ છે. પ્રદર્શનકારીઓ સંસદ માર્ચ કાઢશે. જોકે પોલીસે તેની મંજૂરી આપી નથી. પોલીસના જણાવ્યા મુજબ આ વિરોધ પ્રદર્શન અને સંસદ સુધીના માર્ચ માટે કોઈ સત્તાવાર પરવાનગી લેવામાં આવી નથી કે આપવામાં આવી નથી. લગભગ 10 હજાર પ્રદર્શનકારીઓ જંતર-મંતર પર એકઠા થયા છે. રેલી નિકળે તે પહેલા આજે સવારે સ્થિતિ તણાવપૂર્ણ બની હતી. પ્રદર્શનકારીઓએ પોલીસની બેરિકેડિંગ તોડી નાખી હતી. જો કે હવે સ્થિતિ થાળે પડી છે..કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસે એન્ટ્રી અને એક્ઝિટ બંને પોઈન્ટ પર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. જ્યાં પણ બેરિકેડિંગ તોડવામાં આવી હતી ત્યાં પોલીસે ફરીથી બેરિકેડ લગાવી દીધા છે. . RAF અને દિલ્હી પોલીસની ટીમ ભીડને નિયંત્રિત કરવા માટે તૈનાત કરવામાં આવી છે.



