VIDEO: બોટાદમાં પર્યુષણ મહાપર્વ પૂર્ણ થતાં પારણાની શોભાયાત્રા
બોટાદ જૈન સંઘમાં પર્યુષણ મહાપર્વ દરમિયાન ત્રણ માસક્ષમણ, આઠ ઉપવાસ સહિત વિવિધ તપની આરાધનાઓ કરવામાં આવ

બોટાદ જૈન સંઘમાં પર્યુષણ મહાપર્વ દરમિયાન ત્રણ માસક્ષમણ, આઠ ઉપવાસ સહિત વિવિધ તપની આરાધનાઓ કરવામાં આવી હતી. સંવત્સરી પ્રતિક્રમણ બાદ મિચ્છામી દુક્કડમ કરવામાં આવ્યું હતું. પર્યુષણ મહાપર્વ પૂર્ણ થતાં તપસ્વીઓના પારણા નિમિત્તે બોટાદમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. પરમ પૂજ્ય ગુરુદેવ ચારિત્રસેન મહારાજ સાહેબ, સાધ્વીજી શ્રી પિયુષપૂર્ણા, જિનદર્શન મહારાજ સાહેબ, જયપ્રભ મહારાજ સાહેબ સહિત સાધુ-સાધ્વી ભગવંતોની નિશ્રામાં આ શોભાયાત્રા યોજાઈ હતી. બોટાદ મૂર્તિપૂજક તપાગચ્છ જૈન સંઘના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. નમીનય બેન્ડ દ્વારા સ્તવનોની રમઝટ સાથે દેરાસરથી શરૂ થયેલી શોભાયાત્રા ઝવેરી જિન સુધી વાજતે-ગાજતે નીકળી હતી.




