VIDEO: બોટાદમાં દિવ્યાંગ વિદ્યાર્થીને પ્રવેશ ન આપવાનો આક્ષેપ
સોર્સ : GSTV
બોટાદની એક ખાનગી શાળામાં દિવ્યાંગ વિદ્યાર્થીને નવમા ધોરણમાં પ્રવેશ ન આપવાના આક્ષેપો સામે આવ્યા છે. વિવેકાનંદ શૈક્ષણિક સંકુલની ચંદ્રશંકર મહેતા પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8 સુધી અભ્યાસ કરનાર વિદ્યાર્થીએ 65 ટકા ગુણ સાથે ધોરણ 8 પાસ કર્યું હોવા છતાં તેને આગળ પ્રવેશ ન આપવાનો નિર્ણય લેવાયો હોવાનો વાલીનો આક્ષેપ છે. વિદ્યાર્થી દિવ્યાંગ હોવાના કારણે સામાન્ય વિદ્યાર્થીઓ કરતાં નબળો હોવાનું કારણ આપવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. વાલીએ જિલ્લા શિક્ષણ અધિકારી સહિત સંબંધિત તંત્રને લેખિત રજૂઆત કરી છે. શિક્ષણ વિભાગે સમગ્ર મામલે તપાસ કરી જરૂરી જણાશે તો કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

