VIDEO: નસવાડીના પશુપતિનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ

પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે નસવાડીના પશુપતિનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી જ ભક્તજનોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભગવાન ભોળાનાથના દર્શન અને પૂજા-અર્ચના કરવા માટે મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો લાગી હતી. 'હર હર મહાદેવ'ના દિવ્ય જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શ્રાવાળી આસ્થા સાથે ભક્તોએ શિવલિંગ પર જળ, દૂધ, બિલ્વપત્ર અને ધૂપ-દીપ અર્પણ કરી વિશેષ પૂજા કરી હતી. પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરતા હજારો ભક્તોએ શિવજીના ચરણોમાં શીશ નમાવ્યું હતું. મંદિર વ્યવસ્થાપકોના સહયોગથી તમામ ભક્તોએ શાંતિપૂર્ણ રીતે દર્શનનો લહાવો લીધો હતો અને આખો પંથક ભક્તિના રંગે રંગાઈ ગયો હતો.




