મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઉત્તર ગુજરાતમાં નવાજૂનીના એંધાણ, ગુજરાત યુવા ક્ષત્રિય સેના આવી મેદાને

સ્વાભિમાન લખેલી વૈભવી કારોના કાફલાને લઈને ગુજરાત યુવા ક્ષત્રિય સેન

તસવીર: gstv

સ્વાભિમાન  લખેલી વૈભવી કારોના કાફલાને લઈને ગુજરાત યુવા ક્ષત્રિય સેનાના અભિજીતસિંહ બારડનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે દાવો કર્યો છે કે ભાદરવી પૂનમ પછી ગુજરાતના રાજકારણમાં મોટો ચક્રવાત સર્જાશે. અભિજીતસિંહ બારડે જણાવ્યું કે ભાદરવી પૂનમના મેળા પહેલાં સ્વાભિમાન યાત્રાની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. સ્વમાન અને સ્વાભિમાનની લડાઈ માટે ગુજરાત ક્ષત્રિય સેના સંપૂર્ણ રીતે સજ્જ છે. આ સ્વાભિમાન રથ સમગ્ર ગુજરાતમાં ફરશે. રાજ્યમાં આગામી દિવસોમાં અનેક રાજકીય પરિવર્તનો આવવાના પણ તેમણે સ્પષ્ટ સંકેત આપ્યા છે.

આ સમાચાર શેર કરો