મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઉત્તરસંડા ગામે રામદેવપીર નોરતાની પૂર્ણાહુતિ પ્રસંગે વાજતે-ગાજતે નેજાની ભવ્ય શોભાયાત્રા નીકળી

નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામ

તસવીર: gstv

નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામે ચરોતર પંથકમાં અતિ શ્રદ્ધાપૂર્વક ઉજવાતા રામદેવપીર નોરતાની ભક્તિભાવપૂર્વક પૂર્ણાહુતિ કરવામાં આવી છે. ભાદરવા સુદ એકમથી નોમ સુધી ભક્તો દ્વારા એકટાણાં અને ઉપવાસ સાથે બાબા રામદેવપીરની વિશેષ આરાધના કરવામાં આવી હતી. વ્રતના વિધિવત્ સમાપન પ્રસંગે ઉત્તરસંડા સ્થિત રામદેવપીર મંદિરેથી સમગ્ર ગામમાં વાજતે-ગાજતે નેજાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં નાના બાળકોથી લઈને વૃદ્ધો હાથમાં નેજા લઈ ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર ગામ 'રામદેવપીર હેલી'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. યાત્રા બાદ મંદિરે મહાઆરતી અને મહાપ્રસાદના ભંડારાનું વિશિષ્ટ આયોજન કરાતાં શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આ સમાચાર શેર કરો