VIDEO: ઓડિશા CM દિલ્હી ઓબેરોઈ હોટેલ પહોંચ્યા
નવી દિલ્હીમાં ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી ઓબેરોઈ હોટેલ ખાતે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીના આગમન દરમિયાન હોટેલ બહા

નવી દિલ્હીમાં ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી ઓબેરોઈ હોટેલ ખાતે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીના આગમન દરમિયાન હોટેલ બહાર સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. મોહન ચરણ માઝી ત્રણ દિવસના ઔદ્યોગિક મિશન માટે દિલ્હી પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન તેઓ ઉદ્યોગપતિઓ અને રોકાણકારો સાથે વિવિધ બેઠકો કરી રાજ્યમાં રોકાણ વધારવા અંગે ચર્ચા કરશે. ઓડિશા સરકારનો ઉદ્દેશ્ય ઔદ્યોગિક વિકાસને ગતિ આપવાનો અને નવી રોજગારીની તકો ઊભી કરવાનો છે. મુખ્યમંત્રીના દિલ્હી પ્રવાસ દરમિયાન અનેક મહત્વપૂર્ણ મુલાકાતો યોજાવાની શક્યતા છે. ઓબેરોઈ હોટેલ પહોંચતા તેમના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.




