VIDEO: ખટીમામાં મુસળધાર વરસાદથી જનજીવન પ્રભાવિત
ઉત્તરાખંડના ઉધમ સિંહ નગર જિલ્લામાં આવેલા ખટીમા શહેરમાં ભારે વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તારમાં ભારે જળબંબાકાર

ઉત્તરાખંડના ઉધમ સિંહ નગર જિલ્લામાં આવેલા ખટીમા શહેરમાં ભારે વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તારમાં ભારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સતત પડી રહેલા ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા છે, જેના લીધે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અને સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સ્થાનિક નીચાણવાળા ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા વિસ્તારમાં હજુ પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર પૂર્ણપણે એલર્ટ થઈ ગયું છે અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળોએ રહેવાની અપીલ કરવામાં આવી છે.




