VIDEO: કુપવાડામાં NHM કર્મચારીઓની હડતાળ
જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં નેશનલ હેલ્થ મિશન એટલે કે NHM કર્મચારીઓ દ્વારા 72 કલાકની હડતાળ શરૂ કરવામાં આવી છે. કર્મચારીઓ નિયમિ

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં નેશનલ હેલ્થ મિશન એટલે કે NHM કર્મચારીઓ દ્વારા 72 કલાકની હડતાળ શરૂ કરવામાં આવી છે. કર્મચારીઓ નિયમિત કરવાની માંગ સાથે પગાર સુધારાની માગ કરી રહ્યા છે. આ ઉપરાંત નોકરીની સુરક્ષા, પેન્શન લાભ અને અકસ્માતમાં મૃત્યુ પામનારા કર્મચારીઓના પરિવારને વળતર આપવાની પણ માંગ છે. કર્મચારીઓનું કહેવું છે કે વધારાની ફરજ અને કામના વધારાના કલાકો માટે યોગ્ય ચુકવણી થવી જોઈએ. નેશનલ હેલ્થ મિશન એમ્પ્લોયીઝ એસોસિએશનના જિલ્લા પ્રમુખ નસીર અહમદ વાનીએ જણાવ્યું કે કર્મચારીઓ લાંબા સમયથી પોતાની વિવિધ માગણીઓ માટે રજૂઆતો કરી રહ્યા છે. કર્મચારીઓએ સરકાર સમક્ષ તેમની માંગણીઓ પર ગંભીરતાથી વિચાર કરી યોગ્ય નિર્ણય લેવાની અપીલ કરી છે.




