મુખ્ય સામગ્રી પર જાઓ
બુલેટિન

VIDEO: NEWS AFTERNOON / ઓપરેશન સિંદૂર પર પાકિસ્તાનનો દાવો, ખાંડ પછી ડુંગળીના ભાવ આસમાને, ડીઝલ ચોરીનું કૌભાંડ પકડાયું

ઓપરેશન સિંદૂર પર પાકિસ્તાનનો દાવો ભારતી

ઓપરેશન સિંદૂર પર પાકિસ્તાનનો દાવો

ભારતીય સેનાના 'ઓપરેશન સિંદૂર'ને લઈને પાકિસ્તાને ચોંકાવનારો દાવો કર્યો છે. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઈશાક ડારના જણાવ્યા મુજબ ભારત સાથેના સંઘર્ષ દરમિયાન ઈરાને પાકિસ્તાનનો પક્ષ લીધો હતો. જોકે, આ અંગે ઈરાન કે પાકિસ્તાન સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

અમેરિકામાં 2 લાખ વિદેશીઓના વિઝા રદ થવાની શક્યતા

ટ્રમ્પ સરકાર અમેરિકામાં શરણ મેળવવા માંગતા આશરે 2 લાખ વિદેશી નાગરિકોના B1 અને B2 વિઝા રદ કરવાની મોટી યોજના બનાવી રહી છે. વિદેશ વિભાગ આગામી સપ્તાહોમાં તેની સત્તાવાર જાહેરાત કરી શકે છે. અમેરિકી ઇતિહાસમાં આટલી મોટી સંખ્યામાં વિઝા રદ્દ થવાનો આ પ્રથમ કિસ્સો બની રહેશે.

 મણિપુરમાં ભાજપ માટે અસંતોષ મોંઘો સાબિત થઈ શકે

આગામી સમયમાં પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓને લઈને ભાજપે કમર કસી છે. ચાર રાજ્યોમાં સત્તા જાળવી રાખવાના લક્ષ્ય સાથે પાર્ટી પાયાના સ્તરે પ્રતિસાદ એકત્રિત કરી રહી છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા અને પંજાબમાં સંગઠનને મજબૂત બનાવવા માટે કેન્દ્રીય નેતૃત્વ વ્યાપક રણનીતિ ઘડી રહ્યું છે.

 ખાંડ પછી ડુંગળીના ભાવ આસમાને

દેશમાં મોંઘવારીનો ડબલ એટેક જોવા મળી રહ્યો છે. સરકારે ખાંડના ભાવ કાબૂમાં લેવા ઈમ્પોર્ટ ડ્યુટી હટાવી દીધી છે, ત્યારે હવે ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. મોટા શહેરોમાં ડુંગળીનો ભાવ કિલો દીઠ 65થી 70 રૂપિયા સુધી પહોંચી ગયો છે, જેનાથી સામાન્ય પરિવારોનું માસિક બજેટ ખોરવાઈ ગયું છે.

લીંબડી નજીક ડીઝલ ચોરીનું કૌભાંડ પકડાયું

લીંબડી નજીક રાસ્કા સીમમાં કેનાલ રોડ પરથી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પેટ્રોલ-ડીઝલ ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે. પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી ટેન્કર, રિક્ષા, 14 હજાર લીટર ડીઝલ અને 10 હજાર લીટર પેટ્રોલ સહિત કુલ 34.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરીને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરબદલના એંધાણ

ગુજરાત કોંગ્રેસે આગામી રણનીતિને ધ્યાનમાં રાખીને સંગઠનમાં મોટા ફેરફારની તૈયારીઓ શરૂ કરી છે. સૂત્રો મુજબ પક્ષમાં જૂથબંધી અને નબળા પ્રદર્શનને કારણે આઠથી નવ જિલ્લા અને શહેર પ્રમુખોની હકાલપટ્ટી થઈ શકે છે. હાઇકમાન્ડ હવે સંગઠનમાં નવા અને સક્રિય ચહેરાઓને તક આપવાના મૂડમાં છે.

આ સમાચાર શેર કરો