મુખ્ય સામગ્રી પર જાઓ
બુલેટિન

VIDEO: NEWS EVENING / અમેરિકા-કેનેડા વચ્ચે ટ્રેડ વૉર, ભાજપ નેતાની ગાડીઓ પર પોલીસ તવાઈ

અમેરિકા-કેનેડા વચ્ચે ટ્રેડ વૉર અમેરિકાએ કેનેડાના સામાન પર 50% આયાત શ

અમેરિકા-કેનેડા વચ્ચે ટ્રેડ વૉર 

અમેરિકાએ કેનેડાના સામાન પર 50% આયાત શુલ્ક લાદતાં બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલ તૂટી છે. જેના વળતા જવાબમાં કેનેડાના પીએમ માર્ક કાર્નીએ અમેરિકા પાસેથી 'એક-એક ડૉલર'નો હિસાબ લેવાની ચીમકી આપી છે.

અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ

હોર્મુઝને અમેરિકન ક્ષેત્ર ગણાવી ટ્રમ્પે આકરા પ્રતિબંધો લાદતાં અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. જેના જવાબમાં ઈરાની સેનાએ જળ, જમીન અને સાયબર સ્પેસમાં જડબાતોડ જવાબ આપવાની જાહેરાત કરી છે.

પાકિસ્તાનનો રાફેલ દાવો પોકળ સાબિત

ઓપરેશન સિંદૂર' દરમિયાન રાફેલ તોડી પાડવાનો પાકિસ્તાનનો દાવો સંપૂર્ણ ખોટો સાબિત થયો છે. પાક વાયુસેના જેને રાફેલ માનતી હતી, તે વાસ્તવમાં રડારને છેતરતી ભારતીય વાયુસેનાની 'ડિકોય' સિસ્ટમ હતી

લદ્દાખમાં સુરક્ષાબળો સામે Gen-Z યુવતી ટ્રોલ

લદાખમાં જવાનો સામે ટેક્સના પૈસાનો રોફ જમાવતી 'Gen-Z' યુવતીનો વીડિયો વાઇરલ થતાં લોકોએ તેને ટ્રોલ કરી હતી. સીએમ ઉમર અબ્દુલ્લાએ પણ આકરો તંજ કસ્યા બાદ આખરે યુવતીએ માફી માંગવી પડી હતી.

રાજકોટમાં ભાજપ નેતાની ગાડીઓ પર પોલીસ તવાઈ

રાજકોટમાં નંબર પ્લેટ વિના ફરતા ભાજપ કોર્પોરેટર અને આગેવાન નાગદાન ચાવડા સામે મીડિયા અહેવાલ બાદ પોલીસે દંડ ફટકાર્યો હતો તેમજ કારમાંથી બ્લેક ફિલ્મ પણ હટાવી હતી.

ગીરમાં સિંહોના રક્ષણ માટે AI મોનિટરિંગ લાગુ

સિંહોના અકસ્માતે મોત મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારે જણાવ્યું કે રેલવે ટ્રેક પર સિંહોની સુરક્ષા માટે AI મોનિટરિંગ, અર્લી વોર્નિંગ સિસ્ટમ અને 70 ટ્રેકર્સ તૈનાત કરાયા છે. હવે વધુ સુનાવણી 11 સપ્ટેમ્બરે થશે.

આ સમાચાર શેર કરો