મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: નેપાળમાં ભારતીય મુસાફરોને લઈ જતી બસ નદીમાં ખાબકતાં 27નાં મોત

નેપાળના તનાહુન જિલ્લામાં એક મોટા માર્ગ અકસ્માતના સમાચાર છે. મળતી માહિતી મુ


નેપાળના તનાહુન જિલ્લામાં એક મોટા માર્ગ અકસ્માતના સમાચાર છે. મળતી માહિતી મુજબ, 40 મુસાફરોને લઈને જતી એક ભારતીય બસ નદીમાં પડી ગઈ છે. આ અકસ્માતમાં અનેક જાનહાનિ થવાની આશંકા છે.

40 મુસાફરોને લઈને જતી એક ભારતીય બસ નેપાળની મર્સ્યાંગડી નદીમાં પડી હતી. દુર્ઘટનામાં ઘણા લોકો ઘાયલ થવાની આશંકા છે. આ અકસ્માત તનાહુન જિલ્લામાં થયો હતો. તનાહુન જિલ્લા પોલીસ કચેરીના ડીએસપી દીપકુમાર રાયાએ અકસ્માતની પુષ્ટિ કરતા જણાવ્યું કે નંબર પ્લેટ UP FT 7623 વાળી બસ નદીમાં પડી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ બસ પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી.

આ દુર્ઘટના બાદ રાહત અને બચાવકાર્યમાં 27 લોકોના મૃતદેહ મળી આવ્યા છે અને 13 મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. આ બસ પોખરાના મજેરી રિસોર્ટમાં રોકાયેલા ભારતીય મુસાફરોને લઇને કાઠમાંડુ તરફ રવાના થઇ હતી. અકસ્માત વખતે બસમાં ભારતીય મુસાફરો સવાર હતા. 

સ્થાનિક પોલીસ અને બચાવદળે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રાહત કાર્ય શરૂ કરી દીધું છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક રિપોર્ટ અનુસાર બસ નદીમાં કેવી રીતે ખાબકી તેના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. તંત્રએ ઘટનાની ગંભીરતા જોતાં તમામ જરૂરી ઉપાય શરૂ કરી દીધા છે અને રાહત અને બચાવ કાર્યને પ્રાથમિકતા આપી છે. 

આ સમાચાર શેર કરો