મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Navsari/ RTIમાં બેદરકારી બદલ નિવૃત્ત અધિકારીને માહિતી આયોગે ફટકાર્યો દંડ

ગુજરાત માહિતી આયોગે નવસારી પાલિકાના નિવૃત્ત અધિકારી વિનોદ ડાભી વિરુદ્ધ કડક કાર્ય

ગુજરાત માહિતી આયોગે નવસારી પાલિકાના નિવૃત્ત અધિકારી વિનોદ ડાભી વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. RTI હેઠળ નિયત સમયમર્યાદામાં માહિતી પૂરી પાડવામાં બેદરકારી બદલ તેમને રૂપિયા દસ હજાર દંડ ફટકારવામાં આવ્યો છે. આયોગે સ્પષ્ટ સૂચના આપી છે કે દંડની રકમ ડાભીના બાકી ભથ્થા કે પેન્શનમાંથી વસૂલવામાં આવે. આ સાથે જ કમિશનરને સમગ્ર કાર્યવાહીનો રિપોર્ટ ૧૫ મે, ૨૦૨૬ સુધીમાં રજૂ કરવા આદેશ અપાયો છે. નિવૃત્તિ બાદ પણ થયેલી આ શિક્ષાત્મક કાર્યવાહીથી સરકારી અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ સમાચાર શેર કરો