મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં નવરાત્રીની ધમાકેદાર તૈયારીઓ: ૫૦થી વધુ સ્થળો પર સુરક્ષા અને સુવિધાઓનું સઘન આયોજન

અમદાવાદમાં આગામી નવરાત્રી મહોત્સવને લઈને શહેરમાં ૫૦

તસવીર: gstv

અમદાવાદમાં આગામી નવરાત્રી મહોત્સવને લઈને શહેરમાં ૫૦થી વધુ જગ્યાએ ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે. પર્વની શરૂઆતને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે આયોજકો દ્વારા છેલ્લી ઘડીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે…..ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ અને દર્શકો ઉમટી પડતા હોવાથી તેઓની સુરક્ષા સર્વોપરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને નિયમ મુજબ તમામ આયોજકો દ્વારા સીસીટીવી કેમેરા, ફાયર સેફટી અને વિશાળ પાર્કિંગ સહિતની પાયાની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. આ સાથે જ ગ્રાઉન્ડ પર ચુંદડી, ફૂલ, નાડાછડી અને બાંધણી જેવી પરંપરાગત સામગ્રીથી આકર્ષક ડેકોરેશન કરવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો