VIDEO: નવરંગપુરા પોલીસની મોટી કાર્યવાહી: લોનની લાલચ આપી આચર્યું કરોડોનું કૌભાંડ
અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં રૂ. ૪૧.૬૬ કરોડથી વધુના સાયબર ફ્રોડન

અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં રૂ. ૪૧.૬૬ કરોડથી વધુના સાયબર ફ્રોડનો મોટો ગુનો નોંધાયો છે. ઓપરેશન મ્યુલ એકાઉન્ટ હેઠળ થયેલી આ કાર્યવાહીમાં ભોળા નાગરિકોને લોન આપવાની લાલચ આપી તેમના નામે બોગસ બેંક ખાતાં ખોલાવવામાં આવતાં હતાં. કોસ્મોસ કો-ઓપરેટિવ બેંકમાં 'શિવંશ ટ્રેડિંગ'ના નામે ખોલાવાયેલા એક જ શંકાસ્પદ ખાતામાંથી દેશભરમાંથી ૧૧૮થી વધુ સાયબર ક્રાઇમની ફરિયાદો સંકળાયેલી હોવાનું સામે આવ્યું છે. આંધ્રપ્રદેશ, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોની ફરિયાદો સાથે જોડાયેલા આ રેકેટમાં ભરતભાઈ અને અન્ય બે અજાણ્યા શખ્સો સામે બીએનએસની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ નવરંગપુરા પોલીસે મુખ્ય સૂત્રધાર ભરત અને તેના સાગરીતોને ઝડપી પાડવા માટે સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.



