VIDEO: ડિવોર્સની ચર્ચા વચ્ચે Natasa stankovic 'મિસ્ટ્રી મેન' સાથે જોવા મળી
ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના ડિવોર્સની ચર્ચા થઈ રહી છે.

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના ડિવોર્સની ચર્ચા થઈ રહી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે નતાશાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં નતાશા એક 'મિસ્ટ્રી મેન' સાથે જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે.
નતાશાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પંડ્યા સરનેમ હટાવી
નતાશાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પંડ્યા સરનેમ હટાવી દીધી છે. આ કારણે અટકળો લગાવવામાં આવી રહી છે કે બંને વચ્ચે બધુ બરાબર નથી.
હાર્દિક અને નતાશાના વર્ષ 2020માં લગ્ન થયા હતા
હાર્દિક અને નતાશાના વર્ષ 2020માં લગ્ન થયા હતા. તે જ વર્ષે નતાશાએ અગસ્ત્ય નામના પુત્રને જન્મ આપ્યો હતો. જોકે, 4 માર્ચે નતાશાનો જન્મદિવસ હતો તે સમયે હાર્દિકે પણ કોઈ પોસ્ટ કરી ન હતી.
કેવી રીતે શરૂ થઈ હાર્દિક અને નતાશાની લવ સ્ટોરી?
નતાશા પહેલા હાર્દિકનું નામ ઘણી મોડલ અને અભિનેત્રીઓ સાથે જોડાયેલું હતું. જોકે, હાર્દિકે આ તમામ વાતને નકારી કાઢી હતી. આ પછી હાર્દિક એક નાઈટ ક્લબમાં નતાશા સ્ટેનકોવિકને મળ્યો હતો. ત્યારે નતાશાને ખબર નહોતી કે હાર્દિક એક ક્રિકેટર છે. આ વાત હાર્દિકે પોતે જ જણાવી હતી. તેણે કહ્યું હતું- નતાશાને ખબર નહોતી કે હું કોણ છું. અમે એકબીજા સાથે વાત કરી અને ધીરે ધીરે નજીક આવ્યા અને 2020માં બંનેએ લગ્ન કરી લીધા હતા.








