મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બુટલેગર સાથેના કથિત ઓડિયો બાદ નરોડા પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ જનકભાઈ પૂંજાભાઈને તાત્કાલિ

તસવીર: gstv

અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ જનકભાઈ પૂંજાભાઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં બુટલેગર અને કોન્સ્ટેબલ વચ્ચેની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ પોલીસ વિભાગે કાર્યવાહી કરી છે. પ્રાથમિક તપાસમાં લિસ્ટેડ બુટલેગર મહંમદ હારુન જબ્બાર શેખ સાથે સતત સંપર્કમાં હોવાનો ખુલાસો થયો છે. અધિકારીઓના નામનો ઉપયોગ કરી આર્થિક ફાયદા માટે વાતચીત કર્યાનો પણ આક્ષેપ છે. સમગ્ર મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે, જેમાં એક આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. ન્યાયિક અને તટસ્થ તપાસ માટે G ડિવિઝનના ACPને તપાસ સોંપવામાં આવી છે. ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવણીના આક્ષેપો અંગે વધુ તપાસ ચાલુ છે.

આ સમાચાર શેર કરો