મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગોઠણસમા કાદવ અને પાણીમાં અંતિમયાત્રા,પાયાની સવલતોના દાવા સામે સવાલ

વડોદરાના વાઘોડિયાના ખોયા ગામે રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાના અ

તસવીર: gstv

વડોદરાના વાઘોડિયાના ખોયા ગામે રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાના અભાવે પરિવારજનો ગોઠણસમા પાણી અને કાદવમાંથી અંતિમયાત્રા કાઢવા મજબૂર બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે..ખોયા ગામે લાંબી બીમારી બાદ અવસાન પામેલા વૃદ્ધ કાળુભાઈ નાયકની અંતિમયાત્રા ગોઠણસમા કાદવ અને વરસાદી પાણી વચ્ચે કાઢવામાં આવી હતી... સતત વરસાદને કારણે સ્મશાન સુધી જતો કાચો રસ્તો સંપૂર્ણપણે પાણી અને કીચડમાં ગરકાવ થઈ ગયો હતો. આ મુશ્કેલ માર્ગ પર ઝેરી સાપ અને જીવજંતુઓનો ભય હોવા છતાં ભારે વેદના સાથે સ્વજનોએ અંતિમવિધિ પૂર્ણ કરી હતી. પાકા રસ્તા અને સ્મશાન સુધી પહોંચવાની પાયાની સવલતોના અભાવે વિકાસના તમામ દાવાઓની પોલ ખુલી ગઈ છે.

આ સમાચાર શેર કરો