VIDEO: આજવા રોડ પર કાદવ બન્યો અકસ્માતનું કારણ
વડોદરાના આજવા રોડ પર આવેલા લકુલીશ નગર વિસ્તારમાં બનેલી અકસ્માતની ઘટનાનો CCTV વીડિયો હવે વાયરલ થયો છે. 6 જૂનન

વડોદરાના આજવા રોડ પર આવેલા લકુલીશ નગર વિસ્તારમાં બનેલી અકસ્માતની ઘટનાનો CCTV વીડિયો હવે વાયરલ થયો છે. 6 જૂનના રોજ વરસાદી પાણી અને કાદવ વચ્ચે મોપેડનો કાબૂ ગુમાવતા મહિલા અને બાળક રસ્તા પર પટકાયા હતા. વીડિયોમાં મહિલા મોપેડ સાથે ઘસડાતી અને બાળક પણ નીચે પડતું સ્પષ્ટ જોવા મળે છે. ઘટના બાદ આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ રસ્તા પર ભરાતા પાણી અને કાદવને લઈને તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. સ્થાનિકોએ વરસાદી મોસમમાં અકસ્માતો અટકાવવા રસ્તાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.




