VIDEO: MP/ ઈન્દોર પોલીસે લોરેન્સ બિશ્નોઈ ગેંગના સક્રિય સભ્યની કરી ધરપકડ
મધ્ય પ્રદેશની ઈન્દોર પોલીસે કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગના એક સક્રિય સભ્યની ધરપકડ કરવામાં મ
મધ્ય પ્રદેશની ઈન્દોર પોલીસે કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગના એક સક્રિય સભ્યની ધરપકડ કરવામાં મોટી સફળતા મેળવી હતી . આ શખ્સ ઈન્દોરના સ્થાનિક વેપારીઓને ગેંગના નામે ધમકાવીને મોટી રકમની ખંડણી માંગતો હતો. વેપારીઓની ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે જાળ બિછાવી આરોપીને દબોચી લીધો છે. પ્રાથમિક તપાસ મુજબ, આરોપી વિદેશમાં બેઠેલા ગેંગના હેન્ડલર્સના સંપર્કમાં હતો અને ઇન્ટરનેટ કોલિંગ દ્વારા ધમકીઓ આપતો હતો. પોલીસ હવે આ શખ્સ અન્ય કેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે અને તેની સાથે અન્ય કેટલા લોકો જોડાયેલા છે તેની સઘન પૂછપરછ કરી રહી હતી . આ ધરપકડથી સ્થાનિક વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો


