VIDEO: દેશભરમાં ચોમાસું નબળુ પડયું
મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત દેશના 10 રાજ્યોમાં ચોમાસાના વાદળો ગાયબ થયા છે. ગુજરાત અને રાજસ્થાનમાં ચોમાસું ધીમું પડી ગયું છ

મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત દેશના 10 રાજ્યોમાં ચોમાસાના વાદળો ગાયબ થયા છે. ગુજરાત અને રાજસ્થાનમાં ચોમાસું ધીમું પડી ગયું છે. હવે છેક 15 જુલાઈ સુધી વરસાદની શક્યતા નહિવત છે. જેથી સ્થિતિ એવી છે કે દેશના મોટાભાગના રાજ્યોમાં 40 ટકાથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. 1 થી 10 જુલાઈ વચ્ચે સામાન્ય વરસાદ 67 મિલીમીટર જેટલો વરસાદ હોય છે... હાલની સ્થિતિ દર્શાવે છે કે હજુ જુલાઈ અને ઓગસ્ટમાં વધુ વરસાદની શક્યતા નથી. આ વખતે દેશભરમાં માત્ર સરેરાશ 32 ટકા જેટલો વરસાદ પડતા ખેડૂતો અને દેશભરના અર્થશાસ્ત્રીમાં ચિંતા વધી છે. અગાઉથી જ મોંઘવારીનો સામનો કરી રહેલી દેશની સામાન્ય જનતા માટે આ માઠા સમાચાર છે.




