VIDEO: JUNAGADHના મધુરમમાં લાખોના ખર્ચે તૈયાર કરાયો આધુનિક હોકર્સ ઝોન, આયોજનના અભાવે હજુ પણ આ પ્રોજેક્ટ કાગળ પર!
મધુરમ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા અને અકસ્માતો ઘટાડવા માટે મનપા દ્વારા લાખોના
મધુરમ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા અને અકસ્માતો ઘટાડવા માટે મનપા દ્વારા લાખોના ખર્ચે આધુનિક હોકર્સ ઝોન તૈયાર કરવામાં આવ્યો છે, પરંતુ યોગ્ય આયોજનના અભાવે આ પ્રોજેક્ટ હજુ પણ કાગળ પર જ હોય તેવું જણાય છે. અહીં અંદાજે ૧૮૦ જેટલા સ્ટોલ ઉભા કરાયા છે, જેની સામે ફેરિયાઓની સંખ્યા ૪૦૦થી વધુ છે. ફેરિયાઓનો આક્ષેપ છે કે માસિક ૩૫૦૦ રૂપિયા જેવું ઉંચુ ભાડું અને મનપાની જટિલ કાગળિયા કાર્યવાહી સામાન્ય ગરીબ માણસ માટે અશક્ય છે. રસ્તા પર રખડતા પશુઓ અને ટ્રાફિકના જોખમ વચ્ચે ફેરિયાઓ હોકર્સ ઝોનમાં જવા તૈયાર છે, પરંતુ જો મનપા ભાડામાં ઘટાડો કરી પ્રક્રિયા સરળ બનાવે તો જ આ અધ્યતન સુવિધા કાર્યરત થઈ શકશે.
