VIDEO: વિધાનસભા સત્રમાં ૩ મહત્વના બિલ પસાર થતાં ધારાસભ્ય મહેશ કસવાલાની પ્રતિક્રિયા
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે ત્રણ અત્યંત મહત્વના બિલ સર્વાનુ

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે ત્રણ અત્યંત મહત્વના બિલ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા છે, જેને લઈને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. સત્ર દરમિયાન જીએસટી બિલ, પશુધન બિલ અને જમીન સુધારા બિલ પસાર કરવામાં આવ્યા છે. જીએસટી સુધારા બિલ અંગે વાત કરતા ધારાસભ્ય મહેશ કસવાલાએ જણાવ્યું કે, આ બિલ પસાર થવાથી વેચાણ પછી મળતા ડિસ્કાઉન્ટની પ્રક્રિયા વધુ સરળ બનશે. આ ઉપરાંત વેપારીઓ માટે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને મોટો વેગ મળશે. સરકારના આ નિર્ણયોથી રાજ્યના વેપારીઓ, ખેડૂતો અને પશુપાલકોને મોટા પાયે આર્થિક અને પ્રશાસનિક લાભ થશે.




