મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સિદ્ધપુરમાં આતંકવાદીઓ ઝડપાતા ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે ATSની કામગીરી બિરદાવી

પાટણના સિદ્ધપુરમાંથી આતંકવાદીઓ ઝડપાવવાના મામલે સિદ્ધપુરના ધા

તસવીર: gstv

પાટણના સિદ્ધપુરમાંથી આતંકવાદીઓ ઝડપાવવાના મામલે સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપુતે ATSની પ્રશંસનીય કામગીરીને બિરદાવી છે. આ સફળ ઓપરેશન બદલ બળવંતસિંહ રાજપુતે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને વિશેષ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સુદ્રઢ રાખવા માટે સરકાર સતત કટિબદ્ધતા સાથે કામ કરી રહી છે. આ સાથે જ તેમણે આતંકવાદી પ્રવૃત્તિઓ કરનારાઓ સામે સરકાર કડકમાં કડક પગલાં લેશે તેવી ખાતરી આપી હતી. ધારાસભ્યએ વિસ્તારના લોકોને પણ અપીલ કરી છે કે જો ક્યાંય પણ આવી શંકાસ્પદ પ્રવૃત્તિઓ થતી જણાય, તો તાત્કાલિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરે.

આ સમાચાર શેર કરો