Video: તમિલનાડુના ગિંજીમાં ગૂમ થયેલી સાત વર્ષની બાળકીનો કેસ સીબીસીઆઈડીને સોંપાયો, તપાસ વધુ તેજ કરાઈ

તમિલનાડુના ગિંજી વિસ્તારમાંથી ગૂમ થયેલી સાત વર્ષની નિર્દોષ બાળકીના રહસ્યમય કેસમાં વહીવટી તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ સીબીસીઆઈડી (CBCID)ને સોંપવામાં આવી છે. સીબીસીઆઈડીના અધિકારીઓએ તપાસનો દોર પોતાના હાથમાં લઈને ગુમ થયેલી બાળકીની શોધખોળ અને કેસના તમામ પાસાઓ પર ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે. ઘટનાને લઈને સ્થાનિક રહીશોમાં ચિંતાનો માહોલ છે, ત્યારે આ તપાસથી બાળકી વિશે ઝડપથી મહત્ત્વના સુરાગ મળશે તેવી શક્યતા સેવાઈ રહી છે.




