મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહેસાણા LCBએ રૂ. 42 લાખનો પોશડોડાનો જથ્થો ઝડપ્યો, ચાલુ ગાડીએ કૂદીને આરોપી ફરાર!

મહેસાણાના ખેરાલુમાં એલસીબી પોલી

તસવીર: gstv

મહેસાણાના ખેરાલુમાં એલસીબી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી માદક પદાર્થોના મોટા જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. રસુલપુર ગામ નજીક પોલીસે ટાટા સફારીનો પીછો કરતાં એક આરોપી અશોક ગોદારા ચાલુ કારમાંથી કૂદી ફરાર થઈ ગયો, જ્યારે ડ્રાઇવર જગદીશ મંડાને ઝડપી લેવામાં આવ્યો. તપાસ દરમિયાન કારમાંથી 281 કિલોથી વધુ પોશડોડાનો જથ્થો મળી આવ્યો, જેની કિંમત લાખોમાં હોવાનું જણાવાયું છે. પોલીસે કાર, પોશડોડા, નકલી નંબર પ્લેટ અને મોબાઇલ સહિત કુલ રૂ. 52.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ફરાર આરોપીની શોધખોળ ચાલુ છે.

આ સમાચાર શેર કરો