મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહેસાણા / ગેસના બાટલા ચોરતી રીક્ષા ગેંગ ઝડપાઈ, કીટલીવાળાઓએ લીધો રાહતનો શ્વાસ!

મહેસાણામાં એ-ડિવિઝન પોલીસે ગેસના બાટલાની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે

તસવીર: gstv

મહેસાણામાં એ-ડિવિઝન પોલીસે ગેસના બાટલાની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે પ્રકાશ રાવળ અને જીગર રાવળ નામના બે આરોપીઓને પાંચ ગેસના બાટલા અને એક રિક્ષા સાથે ઝડપી પાડ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ એકલ-દોકલ ચાની કીટલી અને નાના વેપારીઓને નિશાન બનાવી ગેસના બાટલા ચોરી કરતા હતા. ચોરાયેલા બાટલા બાદમાં અન્ય જગ્યાએ વેચી દેતા હોવાનો પણ ખુલાસો થયો છે. ગેસ બાટલાની ચોરીની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી છે. હાલ બંને આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે અને વધુ ગુનાઓની તપાસ હાથ ધરાઈ છે.

આ સમાચાર શેર કરો