VIDEO: મહેસાણામાં જર્જરિત બિલ્ડિંગો બની 'મોતનો કૂવો', નોટિસો છતાં ધમધમે છે વેપાર અને રહેણાંક!
મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં અતિ જર્

મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં અતિ જર્જરિત અને બિસ્માર બિલ્ડિંગો મોટી સંખ્યામાં આવેલી હોવાથી ભારે ભયનો માહોલ સર્જાયો છે. તંત્ર દ્વારા નોટિસો આપવા અને જાહેર ચેતવણીના બોર્ડ મારવા છતાં પણ આવી જોખમી બિલ્ડિંગોમાં રહીશોનું રહેવાનું તથા મુલકી ભવન જેવા સ્થળોએ વેપાર-ધંધા ધમધમવાનું યથાવત જોવા મળી રહ્યું છે. મહાનગરપાલિકા માત્ર કાગળ પર નોટિસો આપીને પોતાની જવાબદારીમાંથી મુક્તિ મેળવતી હોય તેવા સવાલો સ્થાનિકોમાં ઉઠી રહ્યા છે. ગંભીર બાબત એ છે કે નોટિસો આપ્યા બાદ પણ કોઈ નક્કર કે કડક ડિમોલિશન કામગીરી કરવામાં આવતી નથી. જો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈને જાનહાનિ થશે, તો તેની જવાબદારી મનપા તંત્રની રહેશે કે બિલ્ડિંગ માલિકોની તે મોટો યક્ષપ્રશ્ન બન્યો છે.




