VIDEO: વડોદરામાં ગણેશોત્સવમાં શાંતિ જાળવવા પોલીસ અને આયોજકો વચ્ચે બેઠક
વડોદરામાં આગામી ગણેશોત્સવને લઈને પોલીસ તંત્ર સજ્જ થઈ ગયું છે. નવાપુ

વડોદરામાં આગામી ગણેશોત્સવને લઈને પોલીસ તંત્ર સજ્જ થઈ ગયું છે. નવાપુરા અને રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ગણેશ મંડળના આયોજકો તેમજ ડીજે સંચાલકો સાથે પોલીસે ખાસ બેઠક યોજી હતી. આ બેઠકમાં શાંતિપૂર્ણ ઉજવણી, યોગ્ય સંકલન અને નિયમોના પાલન અંગે જરૂરી માર્ગદર્શન અપાયું હતું. પ્રથમ, ત્રીજા, પાંચમા અને અગિયારમા દિવસે યોજાનાર વિસર્જન યાત્રાઓમાં ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થાને લઈને કોઈ અડચણ ન આવે તે માટે વ્યવસ્થાઓની સમીક્ષા કરાઈ રહી છે.



