વડોદરામાં પ્રદેશ પ્રભારી તરુણ ચુગના અધ્યક્ષસ્થાને ભાજપની બેઠક, વડાપ્રધાનના ૨૫ વર્ષના સેવા કાર્યોની ઉજવણી પર ભાર
સોર્સ : gstv
વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રભારી અને રાજ્યસભા સાંસદ તરુણ ચુગના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ કોર કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના ધારાસભ્યો અને અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૨૫ વર્ષના અવિરત અને સફળ સેવા કાર્યોને ઉજાગર કરવા માટે દેશભરમાં એક વિશાળ મહાઅભિયાન શરૂ કરવામાં આવનાર છે, જેને લઈને આ બેઠકમાં વિસ્તૃત કાર્ય યોજના ઘડવામાં આવી છે. સામાન્ય નાગરિકો અને સક્રિય કાર્યકર્તાઓને જોડીને જનકલ્યાણના સેવા કાર્યો છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે સંગઠનને ખાસ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ અંગે વડોદરાના સાંસદે મીડિયાને વિગતવાર માહિતી આપી હતી.

