મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સારોલી માર્કેટમાં ભીષણ આગથી અફરાતફરી

સુરતના સારોલી ખાતે આવેલા સાલાસર માર્કેટમાં ચાર દુકાનોમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. આગ પર કાબૂ મેળવવા ફાયર વિભાગના જવાનોન

તસવીર: gstv

સુરતના સારોલી ખાતે આવેલા સાલાસર માર્કેટમાં ચાર દુકાનોમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. આગ પર કાબૂ મેળવવા ફાયર વિભાગના જવાનોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ભારે પ્રયાસો બાદ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી હતી અને હાલ કુલિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. આગના કારણે લાખો રૂપિયાના નુકસાનનો અંદાજ છે. આગના કારણે સીલિંગ સહિતનો ભાગ તૂટી પડતાં ગ્રાઉન્ડ ફ્લોરના દુકાનદારો પણ ચિંતામાં મુકાયા છે અને દુકાન બહાર રાખેલો માલસામાન પાણીમાં ભીંજાઈ જતાં નુકસાન થયું છે.

આ સમાચાર શેર કરો