VIDEO : મુંબઈમાં JNPA પોર્ટ નજીક ગોડાઉનમાં ભીષણ આગ, અફરાતફરીનો માહોલ

મહારાષ્ટ્રના નવી મુંબઈમાં જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટી (JNPA) ની નજીક આવેલા ઉરણના ગવહણ ફાટા વિસ્ત

મહારાષ્ટ્રના નવી મુંબઈમાં જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટી (JNPA) ની નજીક આવેલા ઉરણના ગવહણ ફાટા વિસ્તારમાં એક કાર્ગો હેન્ડલિંગ વેરહાઉસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા.

આ આગ  નવી મુંબઈના ઉરણના ગવહણ ફાટામાં આવેલા એક ખાનગી કાર્ગો વેરહાઉસમાં લાગી હતી, જે વ્યૂહાત્મક રીતે પોર્ટની ખૂબ નજીક આવેલું છે. સદનસીબે, આ દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. આગની જાણ થતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

જાહેરાત

આગને કારણે વેરહાઉસમાં રહેલો લાખોનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હોવાની આશંકા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટને કારણે આ ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત