VIDEO: હાલોલમાં વરસાદી પાણીની આવક બાદ તળાવમાં માછલીઓ અને કાચબાઓના સામુહિક મોત
હાલોલના મુખ્ય તળાવમાં માછલીઓ અને કાચબા સહિતના જળચરોના સામુહિક મોત નિપજતા ભાર

હાલોલના મુખ્ય તળાવમાં માછલીઓ અને કાચબા સહિતના જળચરોના સામુહિક મોત નિપજતા ભારે ચકચાર મચી જવા પામી છે. ગત બે દિવસમાં પડેલા ભારે વરસાદ બાદ તળાવમાં નવા પાણીની આવક થઈ હતી. માનવામાં આવી રહ્યું છે કે, પાણી સાથે વહી આવેલા જોખમી અને ઝેરી કચરાના કારણે આ જળચર પ્રાણીઓના મોત થયા છે. આ ગંભીર ઘટનાને પગલે હાલોલ નગરપાલિકા દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ને જાણ કરવામાં આવી હતી. હાલ પ્રદૂષણ વિભાગ દ્વારા તળાવના પાણીના સેમ્પલ લઈને લેબોરેટરી ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.



