VIDEO: મહારાષ્ટ્રમાં કમર્શિયલ ડ્રાઇવરો માટે મરાઠી ભાષા ફરજિયાત: ૭૭૭ ચાલકોને ફટકારાઈ નોટિસ
મહારાષ્ટ્રમાં વાણિજ્યિક વાહન ચાલકો માટે મરાઠી ભાષાનું કાર્યકાર

મહારાષ્ટ્રમાં વાણિજ્યિક વાહન ચાલકો માટે મરાઠી ભાષાનું કાર્યકારી જ્ઞાન હોવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ નિયમ અંતર્ગત પરિવહન વિભાગ દ્વારા હાથ ધરાયેલી ખાસ ચકાસણી ઝુંબેશ હેઠળ ૫,૨૧૧ ચાલકોની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાંથી ૪ હજાર ૪૩૪ ડ્રાઇવરો પાસ થયા હતા, જ્યારે ૭૭૭ ચાલકો મરાઠી ભાષાના નિર્ધારિત ધોરણો પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યા હતા….નિષ્ફળ ગયેલા ૭૭૭ પૈકી ૭૨૨ ચાલકો મુંબઈ મેટ્રોપોલિટન રીજનના છે. પરિવહન વિભાગે તમામ ૭૭૭ ડ્રાઇવરોને નોટિસ આપીને એક મહિનામાં મરાઠી ભાષાનું જ્ઞાન મેળવી લેવા આદેશ આપ્યો છે. નિર્ધારિત સમયમાં મરાઠી ન શીખનાર ચાલકોનું લાયસન્સ અથવા પરમિટ સસ્પેન્ડ કે રદ કરવામાં આવશે.




