મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મહારાષ્ટ્રમાં એપ-આધારિત કેબ ચાલકો માટે મરાઠી ભાષાનું જ્ઞાન ફરજિયાત કરાયું

મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે જાહેરાત કરી છે કે વાણિજ્યિક

તસવીર: gstv

મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે જાહેરાત કરી છે કે વાણિજ્યિક પેસેન્જર વાહન ચાલકોની જેમ ઓલા, ઉબેર અને રેપિડો જેવા કેબ એગ્રીગેટર્સના ડ્રાઇવરો માટે પણ મરાઠી ભાષા જાણવી અનિવાર્ય રહેશે. રાજ્યના ભાષા નિયમોમાંથી કેબ ચાલકોને કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં. મરાઠી બોલવાની તાલીમ પૂર્ણ કરવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે. આગામી ૧૫ ઓગસ્ટ પછી પરિવહન વિભાગ દ્વારા વિશેષ ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવશે અને આ નિયમનું પાલન ન કરનારાઓ સામે કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે. મહારાષ્ટ્ર મોટર વાહન (સુધારા) નિયમો, ૨૦૨૬ હેઠળ ટેક્સી, ઓટોરિક્ષા અને કેબ ડ્રાઇવરો માટે મરાઠી ભાષાનું વ્યવહારુ જ્ઞાન ફરજિયાત કરાયું છે. અગાઉ યુનિયનોના વિરોધને કારણે સરકારે ત્રણ મહિનાનો તાલીમ કાર્યક્રમ શરૂ કરી સમયમર્યાદા ૧૫ ઓગસ્ટ સુધી લંબાવી હતી.

આ સમાચાર શેર કરો