VIDEO: મહારાષ્ટ્રમાં રાજકીય વિવાદ: કોંગ્રેસે સુનેત્રા પવારને ‘ગૂંગી ગુડિયા’ કહ્યા
મહારાષ્ટ્રમાં રાજકીય વિવાદ શરૂ થયો છે… રાજ્ય કોંગ્રેસે નાયબ મુખ્યમંત

મહારાષ્ટ્રમાં રાજકીય વિવાદ શરૂ થયો છે… રાજ્ય કોંગ્રેસે નાયબ મુખ્યમંત્રી અને એનસીપી (અજિત પવાર જૂથ)ના વડા સુનેત્રા પવારને “ગૂંગી ગુડિયા” કહ્યા બાદ એનસીપી કાર્યકરોએ મુંબઈમાં કોંગ્રેસ કાર્યાલય પર હુમલો કર્યો. મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ હર્ષવર્ધન સપકલે તિલક ભવનમાં પત્રકાર પરિષદ બાદ વિરોધ શરૂ થયો. કાર્યકરો કાર્યાલયમાં ઘૂસી સૂત્રોચ્ચાર કર્યા. મુંબઈ પોલીસે તેમની અટકાયત કરીને કોલાબા પોલીસ સ્ટેશન લઈ ગયા. સપકલે કહ્યું કે આ અભિવ્યક્તિ તેમના જાહેર વર્તનનું વર્ણન છે, અપમાન નહીં. પત્રકારોના પ્રશ્નોના જવાબ ન આપવા અને મુદ્દાઓ પર ચૂપ રહેવાને લોકશાહીમાં અયોગ્ય ગણાવ્યું.



