VIDEO: અમદાવાદમાં મહિલાને બદનામ કરવા ચલણી નોટો સાથે ચિઠ્ઠી ફેંકનાર ઝડપાયો, એકતરફી પ્રેમીનું કારસ્તાન
Man caught throwing chit with currency notes to defame woman in Ahmedabad, one-sided lover's karstan | અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકની વ

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકની વિકૃત માનસિકતાનો કિસ્સો સામે આવ્યો છે. એક પરણિત મહિલાને પરેશાન કરવા માટે આરોપી રવિન્દ્ર પંચાલે અનોખું અને બદઈરાદાપૂર્વકનું કારસ્તાન રચ્યું હતું. તે નરોડા, સિંગરવા, રામોલ અને ઓઢવ રિંગ રોડ પર રોજ ૩થી વધુ એવી ચિઠ્ઠીઓ ફેંકતો હતો, જેમાં મહિલા અને તેના પતિના ફોન નંબર સાથે બીભત્સ લખાણ લખેલું હોય. લોકો લાલચમાં આવીને ચિઠ્ઠી ઉપાડે તે માટે તે ચિઠ્ઠી સાથે 50 અને ૧૦૦ રૂપિયાની ચલણી નોટો અને મહિલાનો ફોટો ચોંટાડતો હતો. આ કારણે મહિલાને છેલ્લા બે મહિનાથી અજાણ્યા લોકોના બીભત્સ ફોન કોલ્સ આવતા હતા. હિંમત દાખવીને મહિલાએ ઓઢવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ૧૦૦થી વધુ સીસીટીવી ફૂટેજ ખંખોળીને ફેબ્રિકેશનનું કામ કરતા રવિન્દ્ર પંચાલની ધરપકડ કરી છે.




