VIDEO:'બળાત્કારીઓને નપુંસક બનાવી દેવા જોઈએ', મહિલાઓ વિરુદ્ધ અત્યાચાર મુદ્દે રાજ્યપાલની પ્રતિક્રિયા
રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડેએ મહિલાઓ વિરુદ્ધ વધી રહેલા અત્યાચાર મુદ્દે આકરી પ્રતિક્રિયા આપી છ

રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડેએ મહિલાઓ વિરુદ્ધ વધી રહેલા અત્યાચાર મુદ્દે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરનારાઓની ધોલાઈ થવી જોઈએ. તેમજ દુષ્કર્મ કરનાઓને નપુંસક કરી દેવા જોઈ, જેથી આ પ્રકારનો ગુનો ઘટે.
દુષ્કર્મીની ધોલાઈ થવી જોઈએ
હરિભાઉએ 10 માર્ચે ભરતપુર જિલ્લા બાર ઍસોસિએશનના શપથ ગ્રહણ સમારોહમાં આ અંગે નિવેદન આપ્યું હતું કે, મહિલાઓ પર અત્યાચાર કરનારા લોકો વીડિયો બનાવે છે. આ વાત યોગ્ય નથી. કોઈપણ મહિલાની છેડતી થાય તો તુરંત તે વ્યક્તિને પકડો તેની ધોલાઈ કરો. જ્યાં સુધી આપણા મનમાં આ માનસિકતા નહીં આવે કે, આપણે છેડતી કરનારાઓ, દુષ્કર્મીઓને ઘટના સ્થળે જ અટકાવીએ, તેની ધોલાઈ કરીએ, ત્યાં સુધી ગુનેગારો અટકશે નહીં.
શિવાજી મહારાજનું આપ્યું ઉદાહરણ
ભાઉએ આગળ કહ્યું કે, અમારે ત્યાં (મહારાષ્ટ્રમાં) શિવાજી મહારાજના શાસનકાળમાં પટેલ ગામના સરપંચે દુષ્કર્મ કર્યુ હતું. તો શિવાજી મહારાજે આદેશ આપ્યો કે, દુષ્કર્મીને મારો નહીં, તેના હાથ-પગ તોડી નાખો, મરતા દમ સુધી તેને ત્યાં જ રહેવા દો.
દુષ્કર્મીઓમાં કાયદાનો ભય નહીં
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આપણે ત્યાં કાયદો હોવા છતાં ગુનેગારોમાં ભય નથી. પોક્સો હેઠળ દુષ્કર્મીઓને ફાંસીની સજા, આજીવન કારાવાસની જોગવાઈ છે. તેમ છતાં આ ગુનાઓ થંભી રહ્યા નથી. જેનાથી જણાય છે કે, ગુનેગારોમાં કાયદાનો ભય નથી.
દુષ્કર્મીઓને નપુસંક કરવા અપીલ
તેમણે એક મીડિયા રિપોર્ટને ટાંકીને કહ્યું કે, મહારાષ્ટ્રમાં એક નગર પંચાયત છે, જ્યાં કૂતરાઓની સંખ્યા વધી જવાથી ઘણા કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે કાયદો ભય ગુનેગારોમાં રહે તે હેતુ સાથે સલાહ આપું છું કે, દુષ્કર્મ કરનારાઓને નપુંસક કરી દેવા જોઈએ.








