મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO: મહારાજ ફિલ્મનો વિરોધ નેટફ્લિક્સના હેડક્વાર્ટરે પહોંચ્યો, વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજીનો વિરોધ

ગુજરાત હાઇકોર્ટની લીલીઝંડી બાદ મહારાજ ફિલ્મને નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે. જોકે, તેમ છતા પણ આ ફિલ્મનો વિ

ગુજરાત હાઇકોર્ટની લીલીઝંડી બાદ મહારાજ ફિલ્મને નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે. જોકે, તેમ છતા પણ આ ફિલ્મનો વિરોધ જોવા મળી રહ્યો છે.વડોદરા કલ્યાણરાય પુષ્ટિ હવેલીના ષષ્ઠપિઠાધિશ્વર  વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી અમેરિકાના સિલિકોન વેલીમાં આવેલા નેટફ્લિક્સના હેડક્વાર્ટર પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. નેટફ્લિક્સ હેડક્વાર્ટરમાં મહારાજ ફિલ્મ વિરૂદ્ધ પિટિશન દાખલ કરવામાં આવી હતી. દ્વારકેશલાલે આ દરમિયાન કહ્યું કે, આ ફિલ્મમાં ભગવાન કૃષ્ણની ગુરુ પરંપરાનું અપમાન થયું છે. મહારાજ ફિલ્મ સનાતન ધર્મ પર વજ્રઘાત છે.

હાઇકોર્ટે ફિલ્મ પરનો સ્ટે ઉઠાવ્યો

મહારાજ ફિલ્મ વિવાદમાં ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી રિટ અરજીની છેલ્લા એક અઠવાડિયાની સુનાવણી અને ખુદ હાઇકોર્ટે ફિલ્મ નિહાળ્યા બાદ આખરે મહારાજ ફિલ્મની રિલીઝ સામેનો સ્ટે ઉઠાવી લીધો હતો.મહારાજ ફિલ્મ હાઇકોર્ટના નિર્ણય બાદ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે.

હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, આ ફિલ્મ ધાર્મિક લાગણીઓ દુભાવનારી કે તેને ઠેસ પહોંચાડનારી નથી જણાતી. હાઇકોર્ટે ખુદ ફિલ્મ જોઇ છે પરંતુ તેમાં તેમને કોઇ નકારાત્મક બાબત લાગી નથી. 

આ સમાચાર શેર કરો