VIDEO: મધુબન ડેમ તૂટવાની વાત અફવાઃ મંત્રી નરેશ પટેલ
વલસાડ જિલ્લામાં મધુબન ડેમ તૂટવાની અફવા ફેલાતા વલસાડના પ્રભારી મંત્રી અને આદિજાતિ કલ્યાણ મંત્રી નરેશ પટેલ

વલસાડ જિલ્લામાં મધુબન ડેમ તૂટવાની અફવા ફેલાતા વલસાડના પ્રભારી મંત્રી અને આદિજાતિ કલ્યાણ મંત્રી નરેશ પટેલે સમગ્ર મામલે સ્પષ્ટતા કરી છે. મંત્રીએ જણાવ્યું કે આવી વિકટ પરિસ્થિતિમાં પણ કેટલાક લોકો દ્વારા ખોટી અફવાઓ ફેલાવવામાં આવે છે, જે યોગ્ય નથી. મધુબન ડેમમાં કોઈપણ પ્રકારની ખામી ન હોવાની મંત્રીએ ખાતરી આપી છે. તેમણે વલસાડના લોકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું.




