VIDEO: મધુબન ડેમમાંથી પાણી છોડાશે
વલસાડ જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમના ઉપરવાસમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વ્યાપક પ્રમ

વલસાડ જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમના ઉપરવાસમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વ્યાપક પ્રમાણમાં વધી છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા અને જળસ્તરને નિયંત્રિત કરવા માટે વલસાડ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મધુબન ડેમના દરવાજા ખોલવાની અને દમણગંગા નદીમાં પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી છે.ડેમના કુલ ૧૦ દરવાજાઓને ૧.૫ મીટર સુધી ખોલવામાં આવશે. ડેમમાંથી દમણગંગા નદીમાં દોઢ લાખ ક્યુસેક જેટલો પાણીનો જથ્થો છોડવામાં આવશે. નદી કિનારાના વિસ્તારોમાં એકાએક પૂરની સ્થિતિ ન સર્જાય તે માટે વહીવટી તંત્રએ ખૂબ જ સમજદારીપૂર્વક આ પાણીને એકસાથે છોડવાને બદલે ધીમે-ધીમે અને તબક્કાવાર છોડવાનો નિર્ણય કર્યો છે




