મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરામાં પ્રચાર માટે ગયેલા નેતાઓ પાસેથી સ્થાનિકોએ 5 વર્ષના કામોનો માંગ્યો હિસાબ, ઉમેદવારો ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયા

વડોદરા સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે વોર્ડ નં.7માં ભાજપના ઉમેદવારોને જનતાના ઉગ્ર રોષનો સા

વડોદરા સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે વોર્ડ નં.7માં ભાજપના ઉમેદવારોને જનતાના ઉગ્ર રોષનો સામનો કરવો પડ્યો હતો. કારેલીબાગના આનંદનગર વિસ્તારમાં પ્રચાર માટે ગયેલા ઉમેદવારોનો રસ્તો રોકી સ્થાનિકોએ પાંચ વર્ષના કામોનો હિસાબ માંગ્યો હતો.

રહીશોએ પીવાનું પાણી, બિસ્માર રોડ-રસ્તા અને રખડતા ઢોરના પ્રશ્નો મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકીય ગરમાવો વધ્યો છે. પ્રાથમિક સુવિધાઓના અભાવે જનતાનો વિરોધ જોતા આગામી દિવસોમાં ભાજપ માટે પ્રચાર કરવો પડકારજનક બની શકે છે. 

આ સમાચાર શેર કરો