VIDEO: Amreliના ઉના શહેરની જયરાજ ટાઉનશીપમાં સિંહના આંટાફેરા
Amareli news: અમરેલી સહિત આસપાસના પંથકોમાં ગીર જંગલના રાજા અનેક વખત રહેણાંક વિસ્તારોમાં જોવા મળતા હોય છે.
Amareli news: અમરેલી સહિત આસપાસના પંથકોમાં ગીર જંગલના રાજા અનેક વખત રહેણાંક વિસ્તારોમાં જોવા મળતા હોય છે. ઉનામાં પણ કેટલીક સોસાયટીમાં સિંહણના આંટાફેરા જોવા મળ્યા. આ દૃશ્યો ઉના શહેરના જયરાજ ટાઉનશીપ વિસ્તારના છે. ખોરાકની શોધમાં ઘણી વખત સિંહો ( Lion )રહેણાંક વિસ્તારોમાં આવી ચઢે છે. જેને કારણે સ્થાનિકોમાં ભય પણ રહે છે.
ગીરના સાવજો હવે રહેણાંક વિસ્તારોમાં પણ પોતાનું મારણ શોધવા આવી રહ્યા છે. જંગલો ટૂંકા થતા ગયા અને શહેરો વિકસતા હવે અમરેલી જિલ્લામાં સિંહો વારંવાર રહેણાંક વિસ્તારોમાં, સોસાયટીઓમાં આવી ચડે છે. લોકોમાં પણ ભયનો માહોલ છવાયેલો રહે છે.

