VIDEO: અમરેલીના રામપરામાં રહેણાંક મકાનો વચ્ચે અશ્વનું મારણ, બાળ સિંહોએ સાથે કર્યું રાત્રિ ભોજન
અમરેલી જિલ્લામા રાત્રીના સમયે સિંહોની માનવ વસાહત વચ્ચે મારણ કરવાની ઘટનાઓ વધી રહી છે. ખાંભા શહેરમાં પશુઓ બાદ અશ્
અમરેલી જિલ્લામા રાત્રીના સમયે સિંહોની માનવ વસાહત વચ્ચે મારણ કરવાની ઘટનાઓ વધી રહી છે. ખાંભા શહેરમાં પશુઓ બાદ અશ્વ(ઘોડી)નું સિંહોએ મારણ કરતા વધુ ફફડાટ ફેલાયો છે. રાજુલાના રામપરા ગામની રહેણાંક મકાનો સામે રાત્રીના સાવજના "ભોજન"થી લોકો ગભરાયા છે.
જણાવી દઈએ કે, અમરેલીના ખાંભા શહેરમાં સિંહબાળ સિંહના ગ્રુપ સાથે પશુને દબોચી મારણ કર્યું હતું. જંગલની જેમ બિન્દાસ સાવજો રામપરા ગામની બજારમાં રાત્રીના અડ્ડો જમાવ્યો હતો. રેવન્યુ વિસ્તારમાંથી શહેર-ગામડાંના રહેણાંક મકાનો સુધી સિંહો આવી જવાની ઘટનાઓ વનવિભાગ માટે મોટા પડકાર સમાન છે. જંગલ બાદ સિંહોને રેવન્યુ વિસ્તાર સૌથી વધુ પસંદ આવતા વનવિભાગમાં દોડધામ મચી છે.




