મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજરાત ભાડા વિધેયક સામે વકીલોનો વિરોધ

વલસાડ કોર્ટ ખાતે ગુજરાત ભાડા વિધેયક 2026ના વિરોધમાં વકીલોએ કોર્ટની કામગીરીથી અળગા રહીને વિરોધ નોંધાવ્યો છે. વકીલોન

તસવીર: gstv

વલસાડ કોર્ટ ખાતે ગુજરાત ભાડા વિધેયક 2026ના વિરોધમાં વકીલોએ કોર્ટની કામગીરીથી અળગા રહીને વિરોધ નોંધાવ્યો છે. વકીલોનું કહેવું છે કે વિધેયકમાં રહેલી કેટલીક જોગવાઈઓને લઈને અસમંજસ છે અને જિલ્લા કલેક્ટર તથા પ્રાંત અધિકારીની કચેરીને આપવામાં આવેલી સત્તાઓથી પક્ષકારો અને વકીલોને મુશ્કેલી પડી શકે છે. વકીલોએ વિધેયકમાં જરૂરી સુધારા તાત્કાલિક કરવામાં આવે તેવી માંગ કરી છે. આ માંગ સાથે વકીલો 30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2026 સુધી કોર્ટની કામગીરીથી અળગા રહીને વિરોધ કરશે. વકીલોના વિરોધને પગલે આ સમયગાળા દરમિયાન કોર્ટની કામગીરી પર પણ અસર થવાની શક્યતા છે.

આ સમાચાર શેર કરો